20 તારી એક એક પળ જાય લાખની


તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપી લે ઘનશ્યામની,

ખાલી આવ્યા, ખાલી જાશો,
સાથે શું લાવ્યા લઈ જાશો,
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી.
તું તો માળા…

જૂઠા જગના જૂઠા ખેલ,
મનવા મારું તારું મેલ
તું તો છોડી દેને ચિંતા આખા ગામની
તું તો માળા…

ભક્તિ ખાડા કેરી ધાર,
તેથી ઊતરશો ભવ પાર,
જેને લાગી લગન ભગવાનની
તું તો માળા…

મનમા લાગી તાલાવેલી,
આંખે આંસુડાની હેલી,
ભક્તો ચેતીને ચાલો જમના મારથી
તું તો માળા…


Leave a Reply

Your email address will not be published.