આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
સેવક જાણીને રુદિયામાં રેજો રે
સેવક જાણીને રુદિયામાં રેજો રે
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
કાયાનું દેવળ અમને લાગે છે કાચું
કાયાનું દેવળ અમને લાગે છે કાચું
એની રે ભાળવણી અમને દેજો રે
એની રે ભાળવણી અમને દેજો રે
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે
કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે
એ ઘર બતાવી અમને દેજો રે
એ ઘર બતાવી અમને દેજો રે
આટલો સંદેશો મારા ગુરુજીને કેજો