22 ભજનમાં આવવું પડશે


જેવી મોગરાની માળા,
એવા રણછોડરાય રૂપાળા;
દર્શન કરવાં પડશે…
ભજનમાં આવવું પડશે.

જેવા રણછોડરાયના હાથ,
એવા ગોમતીજીના ઘાટ;
ઘાટે નાવું પડશે…
ભજનમાં આવવું પડશે.

જેવા રણછોડરાયની ધજા,
એવી ભક્તિમાં છે મજા;
મજા માણવી પડશે…
ભજનમાં આવવું પડશે.

જેવા ગોમતીજીનાં પાણી,
એવી સંતજનોની વાણી;
વાણી સાંભળવી પડશે…
ભજનમાં આવવું પડશે.

જમુનાજીનાં નીર,
એવા સુભદ્રાના વીર;
વીરને નીરખવા પડશે…
ભજનમાં આવવું પડશે.

જેવા અંતર માયલી બાજરી,
દેજો મંદિરમાં સૌ હાજરી;
હાજરી આપવી પડશે…
ભજનમાં આવવું પડશે.

જેવા ડાકોર ગામના પાવર,
એવા રણછોડરાયના પાવર;
પાવર વેઠવા પડશે…
ભજનમાં આવવું પડશે.


Leave a Reply

Your email address will not be published.