આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે
લખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી
હંસલો ને બગલો
હે રંગે રૂપે એક છે રે હો જી
એતો એના આહાર થકી ઓળખાય રે
આત્મા ઓળખા વિના રે
કોયલ ને કાગ રે
હે જી રંગે રૂપે એકજ છે રે હો જી
એ એની વાણી થકી વરતાય રે
આત્મા ને ઓળખ્યા વિના રે,
સતીને ગણીકા રે
રૂપે રંગે એક જ છે રે હો જી
સતી એની સેવા થકી ઓળખાય રે
આત્મા ઓળખા વિના રે
હે બાઈ મીરા બોલિયાં હો જી
દેજો અમને ગુરુ ચરણો માં વાસ રે
આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી