હંસલો ચાલ્યો જવાનો એક્લો રે
ત્યાં નથી કોઈનો રે સંગાથ
રસ્તા વિકટ ઘણા આવશે રે
ભોમિયા લેજો તમે સંગાથ
હંસલો
માટે સાચા તે સંત ને સેવીએ
સંત તો મુક્તિ ને દેનાર
ભાતું ભક્તિ નું તમે બાંધજો
ત્યાં નથી વાણીયા કેરી હાટ
હંસલો
નહિ આવે માતપિતા સંગાથ નહિ
આવે ભાઈ ભોજાઈ સંગાથ
નહિ આવે પતિ પુત્ર સંગાથ નહિ
આવે ધન દોલત સંગાથ
હંસલો
માટે ભાવે ભજો ભગવાનને રે
એ તો ઉતારે ભવપાર
ભાવિક ભક્તો ને વિનવે રે યોગી
કરો અમારું કલ્યાણ
હંસલો