કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે
કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે સુ થવાનું
ઓ કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા
તન મન ધન ના તલને પીસતી
ઘાણી ઘૂમ્યા કરતી
ઘાણી ઘૂમ્યા કરતી
ભવસાગરનો નહિ ભરોસો ઘડી
ઓટ ઘડી ભરતી
હે ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણુ લખ્યું લલાટે લેણું
દેણુ લખ્યું લલાટે
અહીં નું અહીં દેવાનું રે
જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા
યોગ વિયોગ ની રમત વિધિની
ચ્રક ફરે સંસાર નો
હે ચ્રક ફરે સંસાર નો
કોઈ ના સમજ્યું ક્યારે વાગે
ચોઘડિયું કિરતારનું
હે ચોઘડિયું કિરતારનું
એ હરિ ના હાથ સદા રે મોટા
હરિના હાથ સદા રે મોટા સમજીને જીવવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા