કહી દો કહી દો નંદ દુલારા,
દર્શન કયારે દેશો
ને જાણ્યા નોતા આવા,
દેત ન કદીએ તમને જાવા,
ખોટા ખોટા સોગન ખાવા,
દર્શન કયારે દેશો
મુની પ્રીતિ છે પુરાણી,
વ્હાલા શીદને રાખી છાની,
નાગર નંદકુંવર નથી નાના,
દર્શન ક્યારે દેશો
વો આવો વ્રજના વાસી,
તમે મારી છે પૂતના માસી
એવા ઘટ ઘટના છો વાસી,
દર્શન કયારે દેશો
આવો આવો ગિરિવરધારી,
તમે ગોકુળમાં ગાયો ચારી,
મોહન મુખ પર મોરલી બજાવી,
દર્શન ચારે દેશો
વાતો તમારી સર્વે જુઠી,
વ્રજમાં વ્રજ વનીતાને લૂંટી,
માખણ ચોરી ખાઘા,
દર્શન ક્યારે દેશો
મળીયા ‘માઘવદાસ’ના સ્વામી,
વહાલા તમે છો અંતરયામી,
દર્શન ક્યારે દેશો