નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના
નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના
ઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજે
કોઇનુ કોઇ નથી આ દુનીયા માં આજે
તનનો તંબુરો જો જે બેસુરો થાય ના
ઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
પાપને પુણ્યના ભેદ રે ભુલાતા
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ધુટાંતા
જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના
ઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના
શ્રધ્ધાના દિવડાને જલતો જ રાખજે
નીસદીન સ્નેહ કેરુ તેલ એમા નાખજે
મનના મંદિરે જો જે અંધારુ થાય ના
ઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના