બટુક બળિયો છે બ્રહમચારી
બજરંગ એનું નામ રે…
તેલ ચડે સિંદુર ચડે રે…
ગળે આકડાં ની માળા રે…
રામ નામનાં પત્થર તરીયાં
બાંધ્યો સેતુ-પુલ રે…
લંકા બાળી રાવણ મારયો
સીતાજી ને ઘેર લાવ્યાં રે…
સીતાજી ને અયોધ્યા લાવી
અતિ આનંદ વરસાવ્યો રે…
નામ લેતાં નાસે પાપો.
અમર રહો હનુમાન રે…
બટુક બળિયો છે બ્રહમચારી
બજરંગ એનું નામ રે…