બાગમાં ખીલ્યા છે ફુલ
ફુલડા કોને ચડાવશું.
બાગમાં ખીલ્યા છે કુલ
ફુલડા કોને ચડાવશું.
રામને ચડાવશુ સીતાને ચડાવશુ,
રામ ગયા છે વનવાસ
ફુલડા…
શિવને ચડાવશુ પાર્વતીને ચડાવશું,
શિવ ગયા છે કૈલાશ
ફુલડા…
ક્રિષ્નને ચડાવશુ રાધાને ચડાવશુ,
ક્રિષ્ન ગયા છે ગોકુળ
ફુલડા….