લેતાં શ્રીરામનું નામ
દુનિયા લાજી મરે છે.
ધરતાં પ્રભુજીનું ધ્યાન
દુનિયા લાજી મરે છે.
મંદિરે જાતાં એના પગ દુખે છે,
ફરી આવે આખું ગામ,
દુનિયા લાજી મરે છે.
પ્રભુભજનમાં મન ના મને
સિરીયલ જોતાં હરખાય,
દુનિયા લાજી મરે છે.
ભજન ગાવામાં એનું મોઢું દુઃખે છે,
ગાળો બોલવામાં હોશિયાર,
દુનિયા લાજી મરે છે.