ક્યાં વસે તુલસીને કયાં વસે રામ,
ક્યા રે વસે રે મારા શ્રી ભગવાન
વનમાં વસે તુલસી, મંદિરમાં વસે રામ,
હૃદયમાં વસે મારા શ્રી ભગવાન
કાં વસે તુલસી
શું ઓઢે તુલસીને ,શું ઓઢે રામ,
શું રે ઓઢે મારા શ્રી ભગવાન
કયાં વસે તુલસી
ચુંદડી ઓઢે તુલસીને, પાઘડી ઓઢે રામ,
વાઘા ઓઢે મારા શ્રી ભગવાન
કાં વસે તુલસી
શું જમે તુલસીને, શું રે જમે રામ,
શું રે જમે મારા શ્રી ભગવાન
કયાં વસે તુલસી
દુધ જમે તુલસીને, દહીં જમે રામ,
પ્રસાદ જમે મારા શ્રી ભગવાન
કયાં વસે તુલસી