તાળી પાડીને રામરામ નામ બોલજો રે,
એવા અંતરના પડદા ખોલજો રે
તાળી પાડી
જેમ ખેતરમાં દાણા વવાય છે,
તેને પંખીડા ચણી ચણી જાય છે રે,
પુષ્ય રૂપી દાણા તેમાં વાવજો રે,
પછી પાપ રૂપી પંખીડા ઊડાડજો રે
તાળી પાડી
તાળી પાડતાં જે શરમાય છે રે,
તેનો અવતાર તો એળે જાય છે રે,
તાળી પાડી નરસૈયા નાગરે રે,
તેની હૂંડી સ્વીકારી મારા શામળે રે
તાળી પાડી