જય ગણેશ, જય ગણેશ,
જય ગણેશ દેવા,
માતા સતી પાર્વતી,
પિતા મહાદેવા.
લાડુઓનો ભોગ ચડે,
સંત કરે સેવા,
જય ગણેશ, જય ગણેશ,
જય ગણેશ દેવા.
ચાર ભુજા ધારી વ્હાલા,
દયાળુ છે દેવા,
હાર ચડે, પુષ્પ ચડે,
ઔર ચઢે મેવા.
રિદ્ધિ સિદ્ધિ દાતા પ્રભુ
પહેલી તારી સેવા,
જય ગણેશ, જય ગણેશ,
જય ગણેશ દેવા.