મને કોઇ તો બતાવો નંદલાલ,
કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો મારો શ્યામ,
કનૈયો મારો ખોવાણો.
ઓરડામાં જોયું કે મેં તો
ઓસરીમાં જોયું.
રસોડામાં નથી મારો લાલ,
કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો નંદલાલ,
કનૈયો મારો ખોવાણો.
ગોકુળમાં જોયું મેં તો
મથુરામાં જોયું.
દ્વારકામાં નથી મારો લાલ,
કનૈયો મારો ખોવાણો.
મને કોઇ તો બતાવો નંદલાલ,
કનૈયો મારો ખોવાણો.