કૃષ્ણ કૃષ્ણ બોલોને ધૂન મચાવો.
રાધેશ્યામ બોલોને ધૂન મચાવો.
માતા જેના દેવકીને
પિતા વાસુદેવ છે.
એવા સુંદિર શામળિયાની
ધૂન મચાવો.
ગોકુળ જેનું ગામ છે ને
ભક્તિ કેરું ધામ છે.
રાધાજીનો પ્રિતમ વ્હાલો
મીરાનો કિરતાર છે.
એવા સુંદિર શામળિયાની
ધૂન મચાવો.
કૃષ્ણ કૃષ્ણ બોલોને
ધૂન મચાવો.