27 પરમ કૃપાળુ પરમેશ્વર


ઓ પરમ કૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળપંથ બતાવોને
આ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સહુનું હિત વસાવોને
હે પરમ કૃપાળુ

ઘડી રાગ કરુ,ઘડી દ્વેશ કરુ,
ઘડી અંતરમાં અભિનામ કરુ
એ અભિમાનની અગન તણાં
મુજ દિલના ડાઘ મિટાવોને
હે પરમ કૃપાળુ

છો માતા પિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના સર્જનહાર
સત્ જ્ઞાન દિપક પ્રગટાવોને
હે પરમ કૃપાળુ


Leave a Reply

Your email address will not be published.