હા રે માતા દેવી સરસ્વતી,
દેવી સરસ્વતી
વંદે છે તારાં બાળકો
હા રે માતા તારા મંદિરિયે,
તારા મંદિરિયે
આવે છે નાનાં બાળકો
હા રે માતા ફૂલડાની માળા,
ફૂલડાની માળા
પહેરાવે નાનાં બાળકો
હારે માતા એટલી વિનંતિ
એટલી વિનંતિ
વિદ્યાનું દાન અમને આપજો
હા રે માતા દેવી સરસ્વતી,
દેવી સરસ્વતી
વંદે છે તારાં બાળકો