શંકરનું ડમરુ બોલે છે,
રઘુપતિ રાઘવ રાજારામ.
નારદની વીણા બોલે છે,
શ્રી મન્ નારાયણનું નામ.
અર્જુનનું ગાંડીવ બોલે છે,
રક્ષા કરજો હે ભગવાન.
શબરીના બોરા બોલે છે,
પતિત પાવન સીતારામ.
કૃષ્ણની બંસી બોલે છે,
રાધે રાધે પ્યારું નામ.
મીરાના પાયલ બોલે છે,
મેરે તો ગિરધર ગોપાલ.
તુલસીનું માનસ બોલે છે,
શ્રી રામ જય રામ જય જય રામ.