ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી રે,
ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે.
ગાય દોહવા દેતી નથી,
ખીલે બાંધી રહેતી નથી,
મોંમાં તરણું લેતી નથી,
તોય કોઇને કે’તી નથી.
આંખમાંથી આંસુ બંધ કરતી નથી રે,
ગોપીઓને શ્યામ વિના…
બોલતી નથી, ચાલતી નથી,
રાધા સામું જોતી નથી.
નાચતી નથી, ગાતી નથી,
રાસે આજ રમતી નથી.
મનમાંથી કૃષ્ણનામ છોડતી નથી રે
ગોપીઓને શ્યામ વિના…
ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી રે,
ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે