તમે ભાવે ભજી લો ભગવાન
જીવન થોડું રહ્યું
કંઇક આત્માનું કરજો કલ્યાણ
જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલો…
એને દીધેલો કોલ તમે ભૂલી ગયા,
જૂઠી માયા ને મોહમાં ઘેલાં થયાં,
ચેતો ચેતો શું ભુલ્યા છો ભાન
જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલો…
બાળપણને જુવાનીમાં અડધુ ગયું,
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યુ,
હવે બાકી છે એમા દ્યો ધ્યાન
જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલો…
જરા ચેતીને ભક્તિનું ભાથુ ભરો,
સીતારામનું નામ હવે હૈયે ધરો,
બનો આજથી પ્રભુમાં મસ્તાન
જીવન થોડું રહ્યું..
તમે ભાવે ભજીલો…