મારી સ્લેટમાં લખાવો રૂડાં
રામજીનાં નામ
રૂડા રામજીનાં નામ સાથે
સીતાજીનાં નામ
મારી સ્લેટમાં..
મારી સ્લેટમાં લખાવો રૂડા
શિવજીનાં નામ
રૂડા શિવજીનાં નામ સાથે
પાર્વતીનાં નામ
મારી સ્લેટમાં..
મારી સ્લેટમાં લખાવો રૂડા
કૃષ્ણજીનાં નામ
રૂડા કૃષ્ણજીનાં નામ સાથે
રાધાજીનાં નામ
મારી સ્લેટમાં..