40 સીતારામ બોલો વખત વીતી


સીતારામ બોલો વખત વીતી જાય છે,
આજ બોલું, કાલ બોલું કાલ કેવી થાય છે
સીતારામ બોલો…

કમળ ઉપર ભમર બેઠો કમળનો આધાર છે,
કમળ કરમાઇ જાતાં ભમરનો પ્રાણ જાય છે
સીતારામ બોલો…

કૈકેઇ માના વચને ચાલી રામ વનમાં જાય છે,
રામ વનમાં જાતાં દશરથના પ્રાણ જાય છે
સીતારામ બોલો…

મૂળ વિનાનો દેહ છે એક પવનનો આધાર છે,
પવન થંભી જાતાં અવસર છુટી જાય છે
સીતારામ બોલો…


Leave a Reply

Your email address will not be published.