રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી
મોહનમુરારી બોલો શ્યામ ગિરધારી,
રાધે રાધે શ્યામ બોલો…
શ્રાવણની કાળી કાળી રાતડી અંધારી,
મથુરાની જેલમાં જન્મ્યા મુરારી
રાધે રાધે શ્યામ બોલો…
વનરાતે વનમાં વ્હાલે ગાયુ રે ચરાવી,
બંસરી બજાવે કેવી લાગે પ્યારી પ્યારી
રાધે રાધે શ્યામ બોલો…
રાધારાની ભોલી ભાલી ચતુર મુરારી
બંસરીના સુરે રાધા નાચે લટકાળી
રાધે રાધે શ્યામ બોલો…
રાત દિન જોવું વ્હાલા વાટડી તમારી
રાધે રાધે બોલો ચલે આયેંગે મુરારી
રાધે રાધે શ્યામ બોલો…