45 મને મારું ગોકુળ યાદ બહુ આવે


મને મારું ગોકુળ યાદ બહુ આવે.
સોનાની દ્વારકામાં ઘડીએ ન ફાવે
મને મારું ગોકુળ યાદ બહુ આવે.

મને મારા નંદબાબા યાદ બહુ આવે.
મારા માટે વાંસની વાંસળી લઇ આવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે.

મને મારી જશોદા મા યાદ બહુ આવે.
ખોળામાં બેસાડી કેવા લાડ લડાવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે.

મને મારા ગોવાળ યાદ બહુ આવે.
ગાયો ચરાવવા સાથે સાથે આવે
મને મારું ગોકુળ યાદ બહુ આવે.

મને મારી ગોપીઓ યાદ બહુ આવે.
મારા માટે મીઠાં મીઠાં ગોરસ લઇ આવે,
મને મારું ગોકુળ યાદ બહુ આવે.


Leave a Reply

Your email address will not be published.