બોલમાં બોલમાં બોલમા રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.
સાકર શેરડીનો સ્વાદ ત્યજીને,
કડવો તે લીમડો ઘોળ્યમાં રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.
ચાંદા સૂરજનું તેજ ત્યજીને,
આગિયા સંગાથે પ્રીત જોડમા રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.
હિરા, માણેક ને ઝવેર ત્યજીને,
કથીર સંગાથે મણિ તોલ્યમાં રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.
બાઇ મીરા કહે વ્હાલા ગિરિધર નાગર,
રહેજો સંતોની સંગમાં રે
રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં.