બંસીવાળો કનૈયો જરા કાળો છે,
જરા કાળો છે, નખરાળો છે,
બંસીવાળો કનૈયો જરા કાળો છે.
રાધા મોટી ને નટવર નાનો છે,
તેમાં ચાર વરસનો ગાળો છે,
બંસીવાળો કનૈયો જરા કાળો છે.
રાધા કેવી નિશાળમાં તુ ભણતી’તી,
તારા સરવાળે મોટો ગોટાળો છે,
બંસીવાળો કનૈયો જરા કાળો છે.
રાધા કહે હું શ્યામ તને નહી પરણું,
અમે આહીરને તુ ભરવાડો છે
બંસીવાળો કનૈયો જરા કાળો છે.
રાધા રાણીને નારદ સમજાવે છે,
શ્યામ રૂપે હરિ દેખાણો છે,
બંસીવાળો કનૈયો જરા કાળો છે.