02 સોનાને લાગે ક્યાથી કાંટ


સોનાને લાગે ક્યાથી કાંટ સંસારી મનવા,
સોનાને લાગે ક્યાથી કાંટ…

લોઢું આ કટાઇ જાય, તાંબુ લીલુડુ થાય.
બેડીના માયરામાં જાતે ખવાઇ જાય
સોનાને હોયના ઉચાટ સંસારી મનવા
સોનાને લાગે…

દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો,
અંગે ઉપાવો અથવા કાદવ કીચડમાં નાખો
સોનું ન થાય સીસમ પાન સંસારી મનવા
સોનાને લાગે…

સોનું ન સડતુ કોઇ દી હલકી ધાતુનાં પલગે,
સોનાનું સત ના બદલે, સોનાનું પથ ના બદલે.
બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા
સોનાને લાગે…


Leave a Reply

Your email address will not be published.