07 કાન ચડયા કદમને ડાળ


કાન ચડયા કદમને ડાળ, હેઠા ઉરતોને
માતા જશોદા જુએ છે વાટ, હેઠા ઉરતોને

દુધ રે સાકારનો મૈં તો શીરો બનાવ્યો,
ભેળા મેલ્યા છે તુલસીનાં પાન
હેઠા ઉરતોને

ભાત રે ભાતનાં ભોજન બનાવ્યા,
વિધવિધનાં પકવાન હેઠા ઊતરોને
કાન ચડયા કદમને ડાળ

ભીંડા લાવીને મેં તો કઢી વઘારી,
લવિંગ વઘાર્યા છે ભાત હેઠા ઉરતોને
કાન ચડયા કદમને ડાળ

જળ રે જમુનાની હું તો ઝારી ભરી લાવી,
પ્રેમે પીવોને વનમાળી હેઠા ઉરતોને
કાન ચડયા કદમને ડાળ

લવિંગ, સોપારીને એલચી હું લાવી,
મુખવાસ કરીને મારા શ્યામ હેઠા ઉરતોને
કાન ચડયા કદમને ડાળ

મારા અંતરનો મેં તો ઢોલિયો ઢળાવ્યો,
વિવેકનું પાથરણું કર્યું આજ
કાન ચડયા કદમને ડાળ

મહેતા નરસિંહના સ્વામી શામળીયા,
અમને તેડી રમાડયા રાસ હેઠા ઉરતોને
કાન ચડયા કદમને ડાળ


Leave a Reply

Your email address will not be published.