08 હે માનવ વિશ્વાસ કરી લે


હે માનવ વિશ્વાસ કરી લે,
સમય બની સમજાવું છું.
આ દુનિયામાં ઇચ્છાથી,
અવતાર ધરી હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

વિશ્વ છે સઘળું ઉપવન મારું,
પાણી હું પીવડાવું છું.
સ્વાર્થ ઘેલાની દષ્ટિમાં,
આમ છતાં હું આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે
ઘર ઘર હાથ લંબાવું છું.
માફ કરો એ શબ્દ સાંભળી,
પારાવાર પતાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

શ્રીમંતોના સુખ-સરાહિ
આંગણા જોવા આવું છે.
રજા સિવાય અંદર ના આવો,
વાંચી વયો જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

દિન-દુખીયા પર નફરત દેખી,
નીત આંસુડે નાવું છું.
સંતો ભક્તોના અપમાનો
જોઇને અકળાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે

ઓળખનારા ક્યા છે આજે
દંભીથી દુભાવું છું.
આપ કવિની ઝૂંપડીએ,
રામ બની રહિ જાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે


Leave a Reply

Your email address will not be published.