12 હંસલો ચાલ્યો જવાનો એકલો


હંસલો ચાલ્યો જવાનો એકલો રે,
ત્યાં નથી કોઇનો રે સંગાથ
હંસલો ચાલ્યો…

રસ્તો વિકટ ઘણેરો આવશે રે,
ભોમિયા લેજો ૨ સંગાથ
હંસલો ચાલ્યો…

સદગુરૂ સાચો રસ્તો બતાવશે રે.
જો જે ભૂલી ના જાતાં વાટ
હંસલો ચાલ્યો…

ભાથું ભક્તિ તણું તમે બાંધજો રે,
ત્યાં નથી વાણિયા કેરા હાટ
હંસલો ચાલ્યો…

જેટલો વખત ભજનમાં ગાળીયે રે,
તેટલો ચોપડે જમા થાય
હંસલો ચાલ્યો…

સગાવાલાઓ માયા લુટવા રે,
બારમાને દહાડે લાડવા ખાય
હંસલો ચાલ્યો…

સાચો સગો છે નંદજીનો લાલજી રે,
મારી બાજી બગડી જાય
હંસલો ચાલ્યો…


Leave a Reply

Your email address will not be published.