03 દેખો ભરથરી ભયા ફકીરા


દેખો ભરથરી ભયા ફકીરા,
છોડયા શહેરગઢ ઉજેણી
બાણું લાખ માળવાનો રાજા
સર્વ માયા ત્યાગ્નકી
દેખો ભરથરી ભયા ફકીરા

મટયા માન મન ભય નિર્મળા
ગોરખ્કી ગુરુદીક્ષા લીધી
આશા તૃષ્ણા એકેય નહિં ઉરમા,
સદગુરુ ચરણેવરતી દીની
દેખો ભરથરી ભયા ફકીરા

નાથ નિવાજ્ય દીયા નીજ ભેદા
લાગ્યા ભાન ધુન ત્રિવેણી
બાજયા નાદ ગગનમાં ભૂલ્યા,
શ્રવણે સુની મોરલી ઝીણી
દેખો ભરથરી ભયા ફકીરા

છુટા આપા જપ્યા અંજપા
ન વરણા વરણી નહિં ભીની
અમર અતીતા સબ જુગ જીત્યા,
સચરાચર વસ્તું ચીન્હી
દેખો ભરથરી ભયા ફકીરા

રામ હી રામ રંગ રાતા
મતા અગાધને
અનતં રેણી, કહે રવિરામ ,
કોઇ અકળ પુરુષ હૈ?
હમજ્યા સવાન મીટ ગઈ રેણી
દેખો ભરથરી ભયા ફકીરા


Leave a Reply

Your email address will not be published.