03 ભક્તિ રે કરવી એણે રાંક થઈને


“ભક્તિ કરે પાતાળ મે
પ્રગટ હોય આકાશ
દાબી ડુબી નાં રહે
કસ્તુરી કી બાસ…”

ભક્તિ રે કરવી એણે,
રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવીને
કર જોડી લાગવું પાય રે
ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવુંને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે
ભક્તિ રે કરવી એણે

પારકા અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશાને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે
ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરોતો એવીરીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે
ભક્તિ રે કરવી એણે


Leave a Reply

Your email address will not be published.