બાનાની પત રાખ પ્રભુ
તારા બાનાની પત રાખ
બાના રે માટે જો દુ:ખ થશે તો,
કોણ પૂરે તારી શાખ રે
રોહીદાસની તમે રબડીલીધી,
ને નવ જોઇ કે ભાત,
શાને માટે સન્મુખ રહીને,
તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.
પ્રભુ તારા બાનાની
પ્રહલાદની તે પ્રતિપાલણ
પાળીને સ્તંભમાં પૂર્યો વાસ;
તાતી કઢા તમે શીશત
કીધી સુંઘવાને પાસ રે..
પ્રભુ તારા બાનાની
પાંચાળીનાં પટકુળ પૂર્યા,
ને રાખી સભામાં લાજ,
સાગરમાંથી બૂડતો રાખ્યો
રામ કહેતા ગજરાજ રે
પ્રભુ તારા બાનાની
જેર હતાં તેનાં અમૂત કોંધા,
તે આપ્યા મીરાંને હાથ;
મે”તાને માંડલિક મારવા આવ્યો,
ત્યારે કેદારો લાવ્યા મધર રે
પ્રભુ તારા બાનાની
ભકતોના તમેં સંકટ ભાંગ્યા,
ત્યારે દઢ આવ્યો વિશ્વાસ;
નરસિંહના સ્વામીને કહું કર જોડી,
પૂરો અંતરની આશ ર.
પ્રભુ તારા બાનાની