05 જીવનનાં સુર ચાલે છે


જીવનનાં સુર ચાલે છે, એક તાર દિલમાં ,
ભક્તિ કરી રીજાવું, મારૉ છે પ્યાર દિલમાં..
જીવનનાં સુર…

મિથ્યા જગતને જાણું, સત્ય બ્રહ્મ એક માનું
જૉયું અસાર જગમાં, સાચૉ છે સાર દિલમાં
જીવનનાં સુર…

છે પ્રાણથી એ પ્યારૉ, હું એનૉ એ છે મારૉ
માને ન માને કૉઈ, મારૉ છે યાર દિલમાં
જીવનનાં સુર…

નામી છતા અનામી છે, વિશ્વ વ્યાપી વાલૉ
અગ્નાની ઑ શું જાણે, રાખે વિકાર દિલમાં
જીવનનાં સુર…

અગ્નાન ઊંધ ત્યાગી, જાગી ને જૉ જણાશે
ખેલે અનેરા ખેલૉ, એ યાદગાર દિલમાં
જીવનનાં સુર…

કર બંધ બાહ્ય દ્રષ્ટિ, અંતર તપાસ તારું
જાંખી ને જૉ જણાશે, સાચૉ ચિતાર દિલમાં
જીવનનાં સુર…

સત્ સેવા પ્રેમ ભક્તિ, સત્તાર નીત યાચુ
મને એવા વિચાર દેજે, પરમેશ્વર તું દિલમાં
જીવનનાં સુર…


Leave a Reply

Your email address will not be published.