06 વાલા જાગોને જદુપતિ નાથજી


વાલા જાગોને જદુપતિ નાથજી,
વાલીડા રજની વિતાણી
માંડણીક રાજા મુને બહુ પીડે,
હે જીવણ લ્યોને જાણી
હે જાગોને જદુપતી નાથજી…

વાલા વાણું રે વાયાની વેળા થઇ રહી,
આથમાં નક્ષત્રો ને તારા
જાખી રે પડી રે જ્યોતું દીપની રે,
રાતના ટળી ગ્યા અંધારા
હેજી જાગોને જદુપતી નાથજી…

સુવામાં જીતી ગ્યા તમે કુંભકર્ણજી,
એવી કા નીદ્રાયુ આવી
આળસુ થયા કા તમે શ્યામળા,
સીદને બેઠા છો રીસલાવી
હેજી જાગોને જદુપતી નાથજી…

હેજી ગાવડી દોવે છે સર્વે કામિની,
પ્રેમદા ભરવા હાલી પાણી
વલોણા ગાજે ને ગાજે ઘંટીયુ ને,
સાંભળો પુરુષ પુરાણી
જાગોને જદુપતી નાથજી…

હે વાલા દુઃખીયાના બેલી છો દામોદરા,
હરી મને હાર લાવી આપો
ભણે નરસૈયો તમે ભૂ ધરા,
દાસના સંકટ કાપો
હે જાગોને જદુપતી નાથજી…


Leave a Reply

Your email address will not be published.