ઇતના ભેદ ગુરૂ, હમકો બતા દો,
સમજ પકડ ગુરુ, મોરી બૈયાં રે હો
જલ કેરી મછિયા જલમાં વિયાણી,
ઇંડા એનાં અધર જમાયા હો જી,
ઇ રે ઇંડામાં છીંડા નોતાં,
પવન કહાં સે પધરાયા રે હો જી…
ઇતના ભેદ ….
ધરતી કા બાવે ચુલા રે બનાયા,
આસમાન તવા રે બનાયા,
ચાર ચાર જુગની લકડી,
ધુંઆ એનાં કહાં જઇ સમાયા હો
ઇતના ભેદ…
ગગન મંડળમાં ગૌઆવિયાણી,
ગોરસ એના અધર જમાયા રે હો
સબ સંત મિલ કિયા રે વલોણાં,
માખણ કોક વિરલા પાયા રે
ઇતના ભેદ ..…
સુન રે શિખર પર ભમર ગુફામાં,
આસન અધર જમાયા રે હો જી,
કહેત કબીર સાહેબ સમનો ભાઇ સાધુ,
જાગ્યા નર કોઇ પાયા
ઇતના ભેદ..