07 રોજ સવારે વેલા જાગી


રોજ સવારે વેલા જાગી
લેવું હરિનું નામ રે,
રોજ સવારે વેલા જાગી
ભીતરમા બહું પ્રેમ ધરીને,
ભજવા સીતારામ રે,
રોજ સવારે વેલા જાગી…

રાત્રે વેલા સુઈ જાવું ને જી,
વેલા જાગી જાવું રે
જમણા હાથની જોઈ હથેળી,
દાતણ કરીને નાવું રે,
રોજ સવારે વેલા જાગી…

નાઈ ધોઈને એક જ ધ્યાને જી,
રાધેશ્યામ સમરવા રે જી
ધૂપ દીપને પૂજા સાથે,
પાઠ ગીતાના કરવા રે
રોજ સવારે વેલા જાગી…

પાઠ કરીને માત પિતાને,
વંદન કરવા પ્રિતે રે
સાધુ સંત ગુરૂની સેવા,
કરવી રૂડી રીતે રે
રોજ સવારે વેલા જાગી…

પંખીને ચણ ગાયને પૂળા જી,
નાખી રાજી થાવું રે
પછી શિરામણ કરી ઘરેથી,
રોજ રળવા જવું રે
રોજ સવારે વેલા જાગી…


Leave a Reply

Your email address will not be published.