ભાઈ મારો સાથીડો રિસાણો,
તેને કોણ મનાવા જાય…..
કાચી માટીના ઘડા ઘડુલા,
પલમાં ફૂટી જાય,
પરદેશીની પ્રિતડી તે
પળમાં તૂટી જાય….
ભાઈ મારો સાથીડો…..
પિંજરમાંથી પોપટ હાલ્યો
પીંજરું જોલા ખાય,
સરખી મળી સાહેલડીઓ કઈ
અવળા મંગળ ગાય
ભાઈ મારો સાથીડો….
પાંચ તત્વોનો પીયુ હમારો,
તે છોડ્યો કેમ જાય,
જ્ઞાન ગરીબી રાખું હ્રદયમાં,
થનાર વસ્તુ થાય
ભાઈ મારો સાથીડો…..
સતગુરુ નું સમરણ કરતાં,
હૃદય કમલ ખુલી જાય,
કહત કબીરા સુનો ભાઈ સાધુ,
વૈકુંઠ વાસ થાય
ભાઈ મારો સાથીડો…