09 શાંતિ પમાડે તેને સંત કહીએ


શાંતિ પમાડે તેને સંત કહીએ
એના દાસના દાસ થઇ રહીએ…2
શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને…

વિદ્યાનુ મૂળ મારા ગુરૂએ બતાવ્યુ…2
ત્યારે મેતાનો માર શીદ ખાઇએ…૨
કીધા ગુરૂમે બોધ નવ આપે…૨
ત્યારે તેના ચેલા શીદ થઇએ
શાંતિ પમાડે તેને…

વૈદની ગોળી ખાતા દુખ ન જાય…૨
તેની તે ગોળી કેમ ખાઇએ…૨
લીધા વળાવા ને પછી ચોર લૂંટે જો…૨
તેને સાથે તે શીદ લઈએ…૨
શાંતિ પમાડે તેને…

કલ્પ વૃક્ષ સેવીયે ને દારીદ્ર જો ઉભે…૨
તો તેની છાયામા નવ રહીયે…૨
રાજાની નોકરીમા ભુખ નવ ભાંગે તો…૨
તેની તે વેઠે શીદ જઈએ…૨
શાંતિ પમાડે તેને…

નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યુ…૨
તે તો ચોંટ્યુ છે મારે હૈયે…૨
મહેતા નરસીની વાણી છે સારી…૨
તો શામળાને શરણે જઇએ…૨
શાંતિ પમાડે તેને…


Leave a Reply

Your email address will not be published.