10 દાદા હો દિકરી


દાદા હો દિકરી, દાદા હો દિકરી
વાગડમાં ના દેજો રે સહી
વાગડની વઢિયાળી સાસુ દોહ્યલી રે
દાદા હો દિકરી…2

ઓશીકે ઈંઢોણી મારી
પગથીયે સીચણીયું રે સહી
સામી રે ઓસરીએ મારૂ બેડલું રે
દાદા હો દિકરી…2

દિએ દળાવે મને
રાતલડી સંતાવે રે સહી
પાછલડી રાતોના પાણીડા મેકલે રે
દાદા હો દિકરી…2

પિયુ પરદેશ મારો
પરણ્યો પરદેશ મારો
એકલડી અટુલી રે સહી
વાટલડી જોતી ને આંસુ સારતી રે
દાદા હો દિકરી…2


Leave a Reply

Your email address will not be published.