ભોળી રે ભરવાડણ હરીને
વેચવાને હાલી રે
ગિરિવર ધારીને ઉપાડી,
મટુકીમાં મેલી રે
ભોળી રે ભરવાડણ હરીને…૨
શેરીયે શેરીયે સાદ પાડે છે,
કોઈને લેવા મુરારી રે
આ નાથના નાથને વેચે,
વેચે આહીર નારી રે
ભોળી રે ભરવાડણ હરીને…૨
વ્રજ નારી પૂસે શું છે માહી,
મધૂરી મોરલી વાગી રે
મટુકીને ઉતારી જોતા,
મુર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરીને…૨
બ્રમાદિક ઇંદ્રાદિક સરખા,
કૌતૂક ઉભા પેખે રે
ચૌદ લોકમાં ન માય એને,
મટુકીમાં દેખે રે
ભોળી રે ભરવાડણ હરીને…૨
ભક્ત જનના ભાગ્યે વ્રજમા,
પ્રગટ્યા અંતર યામી રે
દાસા દલડાને લાડ લડાવે,
નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરીને…૨