11 એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ


એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે
એકાગ્ર ચિત્ત કરી…

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્યોર હરિનું.
લે છે નિરંતર નામ રે
એકાગ્ર ચિત્ત કરી…

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે.
બેહદની જેણે ભક્તિ કીધી રે.
એ રમી રહ્યો તેની સાથ રે
એકાગ્ર ચિત્ત કરી…

મળવિક્ષેપ જેના મટી ગયા રે.
ટળી ગયા દૂબજાના ડાઘ રે.
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે
એકાગ્ર ચિત્ત કરી…


Leave a Reply

Your email address will not be published.