13 એ જોડે રેજો રાજ


એ જોડે રેજો રાજ
જોડે રેજો રાજ તમે કિયાં તે ભાઇની
હો હો તમે કિયાં તે ભાઇની ગોરી
કોની વહુ જોડે રેજો રાજ
તમે કિયાં તે ભાઇની ગોરી
કોની વહુ જોડે રેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં
ઓ હો મને શરમના શેરડાં ફૂટે
જોને દીવા બળે હો રાજ
મને શરમના શેરડાં ફૂટે
જોને દીવા બળે હો રાજ
એ જોડે રેજો રાજ
જોડે કેમ રહું રાજ

જોડે નહીં રહું રાજ
આવી શિયાળાની
ઓ હો આવી શિયાળાની ટાઢો પડે
જોડે કેમ રે રહેવું હો રાજ
આવી શિયાળાની ટાઢો પડે
જોડે કેમ રે રહેવું હો રાજ
એ જોડે રેજો રાજ
તમે ફૂલની પછેડી
તમે ફૂલની પછેડી સાથે હો લાડબાઈ
જોડે રેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં
ઓ હો મને શરમના શેરડાં ફૂટે
જોને દીવા બળે હો રાજ
જોડે રેજો રાજ
જોડે નહીં રહું રાજ

જોડે નહીં રહું રાજ
આવા ઉનાળાના
ઓ હો આવા ઉનાળાના તાપો પડે
જોડે કેમ રહેવું હો રાજ
આવા ઉનાળાના તાપો પડે
જોડે કેમ રહેવું હો રાજ
જોડે રેજો રાજ
તમે ફૂલનાં પંખા
તમે ફૂલનાં પંખા હારે હો લાડબાઈ
જોડે રેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં
મને શરમના શેરડાં ફૂટે
જોને દીવા બળે હો રાજ
જોડે રેજો રાજ
જોડે નહીં રહું રાજ

જોડે નહીં રહું રાજ
આવી ચોમાસાની
આવી ચોમાસાની ઝડીયું પડે
જોડે કેમ રહેવું હો રાજ
એ જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
તમે મોતીના મોડીયા
તમે મોતીના મોડીયા હારે હો લાડબાઇ
જોડે રેજો રાજ
જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં
મને શરમના શેરડાં ફૂટે
જોને દીવા બળે હો રાજ
એ જોડે રેજો રાજ….


Leave a Reply

Your email address will not be published.