જોશીડા જોશ જુઓ ને,
કે દાડે મળશે મને કાન રે,
દુઃખડાંની મારી વાલા દુબળી થઇ છું,
પચી પચી થઇ છું પીળી પાન
કે દાડે મળશે,
દુખડા મારા ડુંગર જેવડા,
સુખડા છે મેરુ સમાન રે
કે દાડે મળશે,
પ્રીત કરીને વા લે પાંગળા કીધા,
બાણે વિધ્યા છે મારા પ્રાણ રે
કે દાડે મળશે,
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,
ચરણ કમળ ચિત્ત થાઉં રે
કે દાડે મળશે,