ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો… માળા છે ડોકમાં
જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં
ક્રોધ કરાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં
પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં
સુખમાં છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ;
ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં
ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં
બોલ્યું બદલાય નહિ,ટેકને તજાય નહિ;
બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં
હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં