14 નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો


(નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું તે જ હું શબ્દ બોલે)…૨
શ્યામના ચરણમા ઇચ્છુ છુ મરણ…૨
અહીયા કોઈ નથી ક્રિષ્ણ તોલે
નીરખને ગગનમાં

શ્યામ શોભા ઘણી બુદ્ધિ ના શકે કળી…૨
અનંત ઓછવમા પંથ ભુલી,
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમ સજીવન મુળી
નીરખને ગગનમાં

જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમા…૨
હેમની કોર જયા નિસરે તોલે
સચિદાનંદ આનંદ ક્રિડા કરે,
સોના ના પારણાં મહી જુલે
નીરખને ગગનમાં

બત્તી વિણ તેલ વિણ, સૂત્ર વિણ જો વળી…૨
અચળ જળકે સદા મનળ દીવો,
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
જિહવાયે રસ સરસ પીવો
નીરખને ગગનમાં

અકળ અવિનાશીયે નવ જાએ કળ્યો…૨
અરધ ઉરધની માહે મહાલે,
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહયો
પ્રેમના તંત માં સંત જાલે
નીરખને ગગનમાં


Leave a Reply

Your email address will not be published.