હમ પંછી પરદેશી મુસાફિર,
આયે સેલાની,
રહેવું તમારી નગરીમાં,
જબ લગ હો દાનાપાની…
ખેલ કર ખેલ કર ખેલ કરી લે,
આ ખેલ ચૌગાની,
આ અવસર ફેર નહી આવે,
ફેર મિલન કો નાહીં…
રહેવું તમારી…
ચેતન હોકર ચેતજો ભાઇ,
નહીંતર હૈ હેરાની,
દેખો દુનિયા યં ચલી જાવે,
જૈસે નદીયા કા પાની…
રહેવું તમારી…
પરદેશીની પ્રિતડી માટે,
ડુબ ગઇજિદંગાની,
બોલ્યું ચાલ્યું માફ કરજો,
રખના મહેરબાની…
રહેવું તમારી…
મનુષ્ય દેહ મહા પદારથ,
હૈ પારસ કા ખાની,
કહત “કબીર” સુનો ભાઇ સાધુ,
સંત વીરલા એ જાણી…
રહેવું તમારી…