કામ છે કામ છે કામ છે રે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,
શ્યામળિયા ભીને વાન છે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,
આ તીરે ગંગા ને પેલે તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે,
ઓધા નહિ રે આવુ,
સોનુ રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે,
ઓધા નહિ રે આવુ,
આગલી પરસાળે મારા સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદિર શ્યામ છે,
ઓધા નહિ રે આવુ,
મીરાંબાઈ કે પ્રભુ ગિરધર ના ગુણ,
ચરણ કમળ માં વિશ્રામ છે,
ઓધા નહિ રે આવુ