16 તારા રે ઘટમાં પિયુ બિરાજે


તારા રે ઘટમાં પિયુ બિરાજે,
અંતરપટ જો ખોલી,
હૃદયમાં વસ્તુ છે અણમોલી
તારા રે ઘટમાં પિયુ બિરાજે,

સંત સમાગમ નિશદિન કરીએ,
સાંભળીને શુદ્ધ બોલી,
સજ્જન કેરા સંગમાં ભાઈ,
પ્રેમની પ્રગટે હોળી
હૃદયમાં વસ્તુ છે અણમોલી
તારા રે ઘટમાં પિયુ બિરાજે,

સત્ય સમશેર લઈને મારજો ભાઈ,
પાંચ-પચ્ચીસ ની ટોળી,
શુદ્ધ શબ્દો સંતોના ભાઈ,
પીજો ઘોળી ઘોળી.
હૃદયમાં વસ્તુ છે અણમોલી
તારા રે ઘટમાં પિયુ બિરાજે,

ગુરુ કરી ગુરુચરણમાં રહેજો,
લેજો શબ્દોને તોળી,
દાસ સતાર ગુરુ પ્રતાપે,
વાગે જ્ઞાનની ગોળી
હૃદયમાં વસ્તુ છે અણમોલી
તારા રે ઘટમાં પિયુ બિરાજે,


Leave a Reply

Your email address will not be published.